Literature

ઇશ્વરનું બેલેન્સ

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!

ધુળ જેવી છે જીંદગી આપણી……આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી….

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો…..આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!

બરફ જેવી છે આ જીંદગી… જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….

પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે… પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે..જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!

અને છેલ્લે….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ………..તે મોક્ષ!!

મારી દંતકથા

 લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે;
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈંકેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

દર ઉત્તરાયણે……..!!!! 

સ્હેજ ભીની સ્હેજ કોરી હોય છે લાગણી અણસમજુ છોરી હોય છે હોય છે રંગીન પતંગો સહુ કને બહુ જ થોડાક કને દોરી હોય છે !
 
પવનમાં ફરફરતા પાના એની વચ્ચે ઉપસતી એક ચિત્રવાર્તા. હવામાં ઉડતો એક તાશના પત્તામાંથી ટપકી પડેલો ચોકટનો આકાર, એની નીચે લટકાડેલી ધાતુની ચાવી અને એમાંથી આવતો વીજળીનો કરન્ટ !
 
દર ઉત્તરાયણે બજારમાંથી એક-બે રંગબેરંગી પતંગ લેવાની, ભડકામણા રંગે રંગાયેલી ફિરકી લેવાની. બઘું ખરીદીને ઘરમાં મુકવાનું. ફિરકી લઇને ફરવાનું દોરો રમકડાંને વીંટવાનો. પતંગને બે હાથે પકડીને એના કાગળ સાથે રાસડા લેતી હવાનો ખડખડાટ સાંભળવાનો. જાણે પતંગમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ! બસ, પતંગ ઉડે નહિ તો કંઇ નહિ, એને અડીને એને લઇને બસ કલ્પનાઓમાં ઉડાડવાની !
 
કોલેજ કાળમાં એવી જ રીતે ફૂટપાથ પરથી જતી કોઈ ફૂટડી કન્યાને જોઇને કલ્પનાઓમાં જ એની સાથે કન્ના બંધાઈ જતા. મનમાં ને તનમાં તરંગોના પતંગો ઉડાઉડ કરતા. હજુ ‘કાયપો છે’વાળા ફિલ્મી સોંગનેવાર હતી ને રેડિયો પર દર સંકરાતે ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલોં કે પાર…’ અચૂક વાગ્યા કરતું. હવે અગાશી પર પતંગરંગ અને પતંગજંગના સાક્ષી બનવા માટે દોસ્તોના આમંત્રણ મળતા. પહેલીવખત એક સંક્રાંતિ ઘરની બહાર એક મિત્રની અગાશીએ કરી. ચોમેર વાગતા ટેપરેકોર્ડરના અવાજો. ચિચિયારીઓ નીચેથી ઉપર આવતી વાનગીઓ. અને બાજુની અગાશી પર ત્રાંસી આંખે જોઇને મુસ્કુરાતી કેટલીક ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગીઓ ! પતંગ ચગાવવાની લિજ્જત કરતા આ માહોલી મસ્તી જાતને જ હવામાં ઉડાવવા માટે કાફી પણ હતી, અને કેફીપણ હતી !
 
પતંગો ઉડતા રહ્યા, કોલાહલ વધતો રહ્યો. પણ પહેલી વખત જ્યાં સંકરાત કરી એ દોસ્તોના સંબંધો કાળના કસાયેલ માંજાથી કપાતા ગયા. ઘડીમાં ઉંચે લહેરાતો પતંગ પળવારમાં કોઈ ઝાડની ડાળી કે ઇલેક્ટ્રીકપોલ પર ચાડિયાની માફક લટકતો દેખાય કે ક્યાંક વધસ્તંભે રહેલા ઇસુ જેવી શહાદત વહોરતો લાગે ! બસ, એમ જ સમયના અવકાશમાં કેટલીક મૈત્રીના પતંગો કારકિર્દી કુટુંબની હવામાં અઘ્ધર થયા પછી દૂર દૂર સરતા ગયા. અને ધીરે ધીરે નાનકડું ટપકું બનીને, આંખોથી ઓઝલ બની ગયા ! રહી ગયા ગૂંચવાઈને લટકતા તૂટેલા દોરાના ગૂંચળાઓ.

10 thoughts on “Literature

 1. Harishbabu Dave says:

  થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!

  ધુળ જેવી છે જીંદગી આપણી……આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!

  કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી….

  સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો…..આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!

  બરફ જેવી છે આ જીંદગી… જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….

  પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

  ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે… પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

  કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે..જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!

  અને છેલ્લે….
  શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત..
  ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ………..તે મોક્ષ!!

 2. Rajesh Pandya says:

  pls udate your site with more info…. and i wold like to read abt zalavadi audichya bhrahmin… u know in audichya samaj many people dont have much information abt their kuldevi , dada and etc. if u can than we give u so much blessings …

 3. yagnesh m pandya says:

  pls give information about my kuldavi name and place my surname is pandya(esamaliya) gotra vasist saka madhygini triparva tad caraniya (our kuldavi is ambaji but not 100%)

 4. VIJAY DONGARE says:

  I am Vijay Gopal Dongare, Chitpavan Brahmin,Gotra Shandilya ,Shree Ramchandra Dongare …late DONGRE MAHARAJ was Chitpavan Brahmin from our KUL.

  1.are any members from Audichey Brahmin Samaj from DONGREs from Gujrath ?

  2. Understand Bhavani Bhuteshwar are our KUL-DEVATAS …could you guide us whether the Bhavani & Bhuteshwar Temples from HALVAD could be the place of these Deities ?as

  we have no clue about it .

  VIJAY , 9850717676 Pune

 5. Devangi Shukla says:

  અરે વાહ ! જીજાજી ખૂબ જ સરસ લખ્યું 6. આજે ખબર પડી કે તમે આટલું સરસ લખો છો ….

 6. ramesh chandra vyas says:

  sir; i want to know about my kul devata; kul devi \ i am from ujjain , nagdah agnihotri brahmin,my gotra is bhardwaj

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s